અમદાવાદ: ISISના આતંકી હુમલાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી પોલીસે દબોચેલા આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દેશના વિવિધ સ્થળો અને ગુજરાતના બે શહેરોમાં મોટા આતંકી હુમલા કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.  ISISના આતંકી શાહનવાઝે કબૂલાત કરી કે દેશના બે શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો કરવાનો પ્લાન હતો, આ બંને શહેર ગુજરાતના હતા. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. તો મુંબઈના નરીમન હાઉસ અને ગેટ વે ઓફ ઈન્ડિયા પર ISISના નિશાના પર હતાં. ભારતના મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓ પણ ISISના નિશાના પર હતાં.


ભારતના મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓની રેકી પણ કરી લેવામાં આવી હતી અને તેના ફોટો પાકિસ્તાન તથા સિરીયા મોકલાયા હતાં. તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક સંદિગ્ધ છાત્રોની ભૂમિકા પણ એજંસીઓના રડારમાં હતી. આતંકી હુમલા માટે મહારાષ્ટ્રના પુણાને પ્લાનિંગનું એપિક સેન્ટર બનાવ્યું હતું. એક આતંકીની કબૂલાતના પગલે ભારત વિરૂદ્ધ સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 


તમને જણાવી દઈએ કે, આતંકીનું નામ મોહમ્મદ શાહનવાઝ છે. તેને શફી ઉઝામા તરીકે પણ ઓળખવામાં આવે છે. આતંકવાદી શાહનવાઝ ઝારખંડનો વતની હોવાની વાત સામે આવી છે. તેણે 2016માં NIT નાગપુરમાંથી માઈનિંગમાં B.Tech કર્યું હતું. તેમજ SSC સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે નવેમ્બર 2016માં દિવ્હી આવ્યો હતો. શાહનવાઝ તેના બે સાથીઓ સાથે દિલ્હીમાં આતંકવાદી હુમલાની યોજના ઘડી રહ્યા હતા. શાહનવાઝના જણાવ્યા અનુસાર, ફરાર ISIS આતંકી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. 


શાહનવાઝના મતે તેની પત્ની હિંદુ હતી. જેને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવી મુસ્લિમ બનાવી. બંનેની મુલાકાત AMUમાં થઈ હતી અને બાદમાં તેની પત્ની પણ આતંકી ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ. અલકાયદાનો ટોપ મોસ્ટ આતંકી જે USની આર્મી સ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. શાહનવાઝનો ગુરૂ આજ અનવર અવલાકી હતો. જેને જોઈને પ્રભાવિત થઈને તેના પર આતંકી બનવાનું ઝનૂન સવાર થયું હતું. ત્યારબાદ તે ઓનલાઈન સાઈટ્સ પર રેડિક્લાઈજ મુસ્લિમ ગ્રુપ્સ અને ISISના હેંડલર સાથે જોડાઈ ગયો.