ISKCON Bridge Accident: અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતની ઘટનાએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દિધો હતો.
આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા
આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી હતી. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
અકસ્માત પહેલા કાફેમાં ગયા હતા
આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળ્યા ત્યારે તથ્યએ પૂરઝડપે કાર ચલાવી હતી. તથ્યને કાર ધીમે ચલાવવા કહ્યું પરંતુ તે માન્યો નહી!
ઈસ્કોન બ્રિજ કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આ મામલે તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસ એ જાણવા માગે છે કે તેઓ ક્યારે એકઠા થયા હતા. FSLમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસમાં નવો ખુલાસો થયો છે. આરોપી તથ્ય પટેલના લંપટ પિતાનું નવું કારસ્તાન સામે આવ્યું છે. અખબારી અહેવાલ અનુસાર કાર ખરીદીને પ્રજ્ઞેશ પટેલને આપવા પાછળ વ્યાજનું ચક્કર છે. હિમાંશુ વરિયા, પ્રજ્ઞેશ પટેલ વચ્ચે વ્યાજે નાણાની હેરાફેરી થતી હતી. હિમાંશુએ 80 લાખ વ્યાજે લઈ બે કાર આપી હોવાનો અખબારી અહેવાલમાં જણાવ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ ઈસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્યની માતાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલની પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તથ્યને કારની ઝડપ અંગે માતાએ ચેતવણી આપી હતી. પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન પણ લીધા છે.