ISKCON Bridge Accident: અમદાવાદ ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્ય પટેલને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તથ્ય પટેલે પોલીસ પૂછપરછમાં અનેક કબૂલાત કરી છે. તથ્ય પટેલે કહ્યું છે કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો. તેણે બ્રેક મારી જ નહોતી તેવી પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
ઈસ્કોન બ્રિજકાંડમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. આ મામલે તથ્યના મિત્રોના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસ એ જાણવા માગે છે કે તેઓ ક્યારે એકઠા થયા હતા. FSLમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજકાંડમાં નવો ખુલાસો થયો છે. આરોપી તથ્ય પટેલના લંપટ પિતાનું નવું કારસ્તાન સામે આવ્યું છે. અખબારી અહેવાલ અનુસાર કાર ખરીદીને પ્રજ્ઞેશ પટેલને આપવ પાછળ વ્યાજનું ચક્કર છે. હિમાંશુ વરિયા, પ્રજ્ઞેશ પટેલ વચ્ચે વ્યાજે નાણાની હેરાફેરી થતી હતી. હિમાંશુએ 80 લાખ વ્યાજે લઈ બે કાર આપી હોવાનો અખબારી અહેવાલમાં જણાવ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્યની માતાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલની પત્નીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તથ્યને કારની ઝડપ અંગે માતાએ ચેતવણી આપી હતી. પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન પણ લીધા છે.