અમદાવાદઃ ટોચના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની અમદાવાદની ઓફિસ પર ગુરૂવારે સવારે ઈન્કમટેક્સ (આઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડા પડ્યા હતા. દેશના ટોચના અખબાર ગ્રુપ્સમાં એક ભાસ્કર ન્યુઝ પેપરના માલિકો પર ઇન્કમટેક્ષ વિભાગ તથા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડાની કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદમાં દરોડા પડ્યા હતા. આઈટી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા અમદાવાદભોપાલજયપુરમાં દરોડા પાડવામાં આવ્યા છે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાસ્કર અખબારી જૂથની ગુજરાતરાજસ્થાનમધ્યપ્રદેશઉત્તર પ્રદેશ ઓફિસો પર ઈન્કમટેક્સ (આઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડા પડ્યા છે. ભાસ્કર જૂથ દ્વારા તેના જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરાઈ હોવાના આરોપસર ભાસ્કર જૂથની જુદાં જુદાં રાજ્યોમાં આવેલી ઓફિસો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત ભાસ્કર જૂથના માલિકોને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે.


સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે દેશના અનેક ઠેકાણે ભાસ્કર અખબારની ઓફિસો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ભાસ્કર અખબારના માલિકોની ઓફિસે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ભોપાલમાં ભાસ્કર અખબારના માલિકોના ઘર અને સંસ્થાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ નોઈડાઅમદાવાદ અને જયપુરમાં પણ ભાસ્કરની ઓફિસે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.. આઈટી વિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ દરોડામાં સામેલ થઈ છે.  સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્લી અને મુંબઈની ટીમ સંચાલીત કરી રહી છે.