અમદાવાદઃ શહેરના બલ્ડરો પર  IT વિભાગે સપાટો બલાવ્યો છે. 25 જેટલા સ્થળો પર  ITનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


આવક વેરા વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, સંદિગ્ધ વ્યવહારોની માહિતી અને કરચોરીની આશંકાએ કરવામાં આવી રહ્યું છે સર્ચ. બે મોટા બિલ્ડર જૂથના વિવિધ ઠેકાણે સર્ચ ચાલુ. શિલ્પ અને શિવાલીક ગ્રુપમાં  ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ શરૂ થયું છે. 


તારીખ પે તારીખ, સરકારે દસ લાખ યુવાઓના ભાવિ સાથી કરી ફરી રમત, જાણો પરીક્ષાર્થીઓ કેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ?


અમદાવાદ :  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા ત્રીજી વાર મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એવું કહેવાયું છે પણ ક્યારે લેવાશે એ નક્કી નથી.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી 10 લાખ પરીક્ષાર્થી નિરાશ છે અને તેમનામાં આક્રોશની લાગણી છે. સુરતમાં પરિક્ષાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, તારીખ પે તારીખ આપવામાં આવે છે અને પછી આઘાત આપવામાં આવે છે. પરિક્ષાર્થીઓ તૈયારી કરીને બેઠા હતા પણ આ જાહેરાતથી શોક લાગ્યો છે. કેટલાક પરિક્ષાર્થીઓ જોબ છોડીને પરીક્ષા ની તૈયારી કરે છે ત્યારે તેમનું ભાવિ ધૂંધળું બની ગયું છે.  કેટલાક  વિદ્યાર્થી ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવી તૈયારી કરે છે તેમને ખર્ચ માથે પડ્યો છે. વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા લેવા અપીલ કરી છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા  અગાઉ રદ કરવામાં આવી હતી.  બે વાર આ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નિર્ણય લેતાં  લાખો વિદ્યાર્થીઓએ પરિક્ષાની તૈયારીઓ કરી હતી. હવે પખવાડિયામાં જ સરકારે ગુલાટં લગાવી દીધી છે. બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરિક્ષા યોજાવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરિક્ષા યોજાવવાની હોઇ પરિક્ષાર્થીઓએ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં. પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે.  રવિવારે યોજાનારી પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ દસેક લાખ પરિક્ષાર્થીઓ ભાગ લેવાના હતાં.