અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વ 4 જુલાઇનાં ગુરૂવારે છે. જે માટે આજે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. સરસપુરનું મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ભગવાનનું મોસાળ ગણાતું સરસપુરમાં પણ લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ રથયાત્રાને તમે પણ યાદગાર બનાવી શકો છો. ABP અસ્મિતા સાથે 4 જુલાઈના રોજ સેલ્ફી લઈને તેને 7567009911 પર વોટ્સએપ કરીને યાદગાર બનાવી શકો છો. દર્શકો દ્વારા મોકલવામાં આવેલ સેલ્ફી દિવસભર ABP અસ્મિતા વેબસાઈટ પર બતાવવામાં આવશે.