ગાંધીનગરઃ પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માગણી સાથે ઓબીસી કમશિન કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયેલા પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી છે. પાસ કન્વીનર દિનેશ બાંભણીયા, ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તમામ કન્વીનરોએ રજૂઆત માટે હઠાગ્રહ કરતા અટકાયત કરવામાં આવી છે. રજૂઆત માટે 5 લોકોને મંજૂરી આપવામાં આવી હતી.