ગોધરા હત્યાકાંડ કેસના બે આરોપીઓએ હંગામી જામીન માટે કરી અરજી, HCએ ફગાવી
abpasmita.in | 26 Oct 2016 06:47 PM (IST)
અમદાવાદ: ગોધરા હત્યાકાંડ મામલામાં બે દોષિતોએ હંગામી જામીન માટે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ગોધરાકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા ઇબ્રાહિમ અબ્દુલ રઝાક સત્તા અને ફાંસીની સજા પામેલા સિરાજ મેડાએ હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં તેમના પરિવારમાં લગ્ન હોવાના ગ્રાઉન્ડ પર જામીનની માંગણી કરી હતી. જોકે હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું છે કે જામીન આપવા માટે આ કારણ પૂરતું નથી.