અમદાવાદઃ કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ટ્વિટર પર ધમકી આપનાર શખ્સની દિલ્હી અને મુંબઇ પોલીસે અમદાવાદથી ધરકપડ કરી છે. પોલીસે આરોપી ગિરિશ મહેશ્વરીને ઝડપી લીધો છે. આ કાર્યવાહી માટે પ્રિયંકાએ ગૃહમંત્રી રાજનાથ સિંહનો આભાર વ્યક્ત કર્યો છે. બે દિવસ પહેલા આ મામલે પ્રિયંકા ચતુર્વેદીએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આરોપીને તુરંત જ પકડી પાડવા માટે સુચના આપી હતી.
આરોપી ગિરીશ મહેશ્વરીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને 10 જૂલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મીડિયા પર તેની દીકરી પર રેપ કરવાની ધમકી આપી હતી અને અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે પ્રિયંકા પોલીસ ફરિયાદ કરી હતી. પ્રિયંકાની ફરિયાદ અને વિરોધ બાદ ગિરીશે ટ્વિટ ડીલિટ કરી દીધું હતું. ગોરેગાવ પોલીસે ધારા 509 તથા આઈટી એક્ટ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.