અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નના બંધનમાં બંધાયા છે. ગૌતમ અદાણીએ આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જીત અદાણી અને દિવા શાહને અભિનંદન આપતા તેમણે લખ્યું કે પરમપિતા પરમેશ્વરના આર્શીવાદથી જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે. લગ્ન આજે અમદાવાદમાં સ્નેહીજનો વચ્ચે પરંપરાગત રીતિ-રિવાજો અને શુભ મંગલ ભાવ સાથે સંપન્ન થયા હતા. તે એક નાનું અને અત્યંત ખાનગી સમારોહ હતો, એટલે અમે ઈચ્છતા હોવા છતાં તમામ શુભેચ્છકોને આમંત્રિત કરી શક્યા નહીં, જેના માટે હું ક્ષમાપ્રાર્થી છું. હું આપ તમામ પાસે દીકરી દિવા અને જીત માટે તમારા બધા તરફથી સ્નેહ અને આશીર્વાદની ઇચ્છા રાખું છું.






તમને જણાવી દઈએ કે ગયા મહિને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પ્રયાગરાજ કુંભ મેળામાં ભાગ લીધો હતો. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પુત્ર જીતના લગ્ન "સાદગી અને પરંપરાગત" રીતે થશે. દંપતીએ દર વર્ષે 500 વિકલાંગ મહિલાઓના લગ્ન માટે 10-10 લાખ રૂપિયા આપીને 'મંગલ સેવા' કરવાનું વચન આપ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું, "મારો ઉછેર અને અમારી કામ કરવાની રીત હંમેશા સામાન્ય વ્યક્તિ જેવી રહી છે.


જીત અદાણી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા - સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યા પછી 2019 માં અદાણી જૂથમાં જોડાયા હતા. જીત હાલમાં અદાણી એરપોર્ટ બિઝનેસ અને અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરી રહી છે. જ્યારે દિવા શાહ હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે.  


આજે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્નના બંધનમાં બંધાયા હતા.આ લગ્ન ખૂબ જ સાદાઇથી જ કરવામાં આવ્યા  છે.દિવા શાહ અને જીત અદાણીના લગ્ન અમદાવાદના શાંતિગ્રામ ટાઉનશિપમાં યોજાયા હતા.