અમદાવાદ: અમદાવાદમાં ચાલી રહેલા કબડ્ડી વર્લ્ડ કપ 2016માં આજે ભારત અને ઈરાનની વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે ઈરાનને હરાવી દીધું છે. કબડ્ડી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈરાન પ્રથમ હાફમાં હાવી રહ્યું હતું. જ્યારે ભારત પ્રથમ હાફમાં પ્રારંભિક ટક્કર આપ્યા બાદ અમુક ભૂલોને કારણે પાછળ રહ્યું હતું. પ્રથમ હાફમાં ભારત 13-18થી પાછળ રહ્યું હતું. બીજા હાફમાં અજય ઠાકુર સહિતના ભારતીય ખેલાડીઓએ શાનદાર કમબેક કરતા ભારતે ઈરાનને 38-29ના અંતરથી પરાજય આપ્યો હતો. ફાઈનલમાં સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય રમત મંત્રી વિજય ગોયલ સહિતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.