કર્ણાવતી કલબ ખાતે એક તરફનો રસ્તો બંધ કરતાં લોકોમાં રોષ, પોલીસ અને લોકો બાખડ્યા
abpasmita.in
Updated at:
12 Oct 2016 08:56 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક પોલીસ અને રાહદારી વચ્ચે ભારે સંઘર્ષ ચાલ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે, કર્ણાટકના રાજ્યપાલ વજૂભાઈ વાળાનો કોન્વે નીકળવાનો હતો જેથી પોલીસે થોડા સમય માટે રસ્તો બંધ કરાવ્યો હતો, જેને લઈને મહમદપુરાના બાબુભાઈ ઠાકોર નામના વ્યક્તિને પોઇન્ટ પર હાજર psi ચૌધરી સાથે જવા બાબતે રકજક કરતા psi ચૌધરી દ્વારા થપ્પડ મારતા ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને રસ્તા પર આવી ગયા હતા. પરંતુ ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળ પર આવી જતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની હાલ પોલીસને કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -