અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્બલમાં આ વખતે પહેલા બે નોરતામાં કેમ ગરબા નહીં રમાય? જાણો કારણ
abpasmita.in | 28 Sep 2019 02:52 PM (IST)
અમદાવાદમાં ભારે વરસાદને કારણે નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં જેના કારણે નવરાત્રીના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
અમદાવાદ: નવરાત્રીને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ભારે વરસાદને કારણે નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતાં જેના કારણે નવરાત્રીના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતાં. અતિભારે વરસાદની આગાહીને લઈને અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલા બે નોરતા રદ્દ કર્યા છે. ગ્રાઉન્ડમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હોવાથી નવરાત્રીના પ્રથમ બે દિવસના ગરબા રદ્દ કર્યા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત વડોદરામાં પણ ઘણી જગ્યાએ ગરબા રદ્દ કર્યા હોવાના સમાચાર મળ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા પહેલા નોરતાના ગરબા રદ્દ કર્યા છે.