મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દેશભરમાંથી અનેક સ્પર્ધકો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. 11મી સિઝનમાં આ શોને કુલ 3 કરોડપતિ સ્પર્ધકો મળી ચૂક્યા છે. એવામાં અમદાવાદની ચાંદની મોદીએ પણ આ શોમાં 3 લાખ 20 હજાર રૂપિયા જીત્યા હતા. શો દરમિયાન ચાંદનીએ ફાસ્ટ એટ ફિંગરમાં સૌથી ઝડપી જવાબ આપ્યો હતો.

ચાંદની મોદી હાલ પતિ સાથે અમદાવાદમાં રહે છે. અને મૂળ બનાસકાંઠાના પાલનપુર શહેરના વતની છે. શો દરમિયાન ચાંદની અમિતાભ સાથે ખુબ મસ્તી કરતી નજર આવી હતી ત્યારે અમિતાભને પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેમનું સપનું હતું કે તે કેબીસીમાં હોટસીટ પર બેસે આ સિવાય તેણે કહ્યું કે તેનું વધુ એક સપનું છે કે તે કેબીસીમાં અમિતાભ બચ્ચનને રિપ્લેસ કરીને શોની હોસ્ટ બને, જેના બાદ બીગ બીએ પોતાની જગ્યા પરથી ઉભા થઈને પોતાની ખુરશી પર બેસાડ્યા હતા.

KBCની હોટ સીટ પર આ ગુજરાતીએ 25 લાખનાં પ્રશ્નનો શું આપ્યો જવાબ? જાણીને ચોંકી જશો


ચાંદનીએ રમત દરમિયાન તમામ લાઇફલાઇનનો ઉપયોગ કરી લીધો હતો અને તેણે 12.50 લાખ રૂપિયા જીત્યા બાદ 25 લાખનાં પ્રશ્નનો ખોટો જવાબ આપતા 3.50 લાખ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો હતો.

ચાંદનીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી કોણ છે ? ચાંદનીએ તેનો જવાબ ખોટો આપ્યો હતો.