અમદાવાદઃ આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે. તેઓ આજે વલ્લભ સદનની મુલાકાત લેવાના છે. AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરમાંથી શરુ કરશે.
કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે. AAP દ્વારા AAPના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસનું આયોજન કરાયું છે. AAPનો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ કરશે. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન કરશે. પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે પત્રકાર ઇસુદાન ગઢવીની મુલાકાત, આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું લગભગ નક્કી
ઈસુદાન ગઢવીએ કેજરીવાલ સાથે મુલાકાત કરી
પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. તેમનું આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું લગભગ નક્કી છે.
શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ
- થોડીવારમાં કેજરીવાલ પહોંચશે વલ્લભ સદન
- AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિર માંથી શરુ
- કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ
- AAP દ્વારા AAP ના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસ કોન્ફ્રન્સ
- AAP નો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ
- વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન અર્ચન કરશે કેજરીવાલ
- પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે