Khyati Hospital:અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂકાવ્યા બાદ 2 દર્દીના મોત થતા હોસ્પિટલ વિવાદ અને શંકાના ઘેરામાં છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે અધિકારીની બેઠક યોજાઇરહી છે. બેઠકમાં તપાસ માટે કમિટીની રચના થઇ શકે છે. ઉપરાંત આ પહેલા પણ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી હોવાથી બ્લેકલિસ્ટ પણ થઇ શકે છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો
By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર