અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ કેસમાં પડકાયેલા એક તાંત્રિકનું સારવાર દરમિયાન મોત થઇ જતા શંકાની સોય પોલીસ પર જઈ રહી છે. જોકે તાંત્રિક મનીગીરી તોમરને વારંવાર ઉલ્ટી થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ કહી રહી છે.
કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું મોત થતા કસ્ટડિયલ મોત થયું હોવાનુ માનવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસની વાત માનીયે તો 16મી સપ્ટેમ્બરના રોજ પોલીસ કંટ્રોલરૂમથી મળેલી વર્ધીના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન રાજસ્થાનમાં નોંધાયેલા અપહરણ કેસનો આરોપી તાંત્રિક મનીગીરી યુવતી સાથે અમદાવાદ ભાગી આવ્યો હતો. જે મળી આવ્યો હોવાનો મેસેજ આધારે પોલીસ આરોપીને પકડી લાવી હતી. જોકે આ બાબતની ખરાઈ કરતા રાજસ્થાનના બાડી પોલીસ સ્ટેશનમાં તાંત્રીક મનીગીરી યુવતીનું અપહરણ કરવાનો કેસ દાખલ થયો હતો. તો બીજી તરફ આરોપીને પોલીસ સ્ટેશને લઇ આવતા એકાએક ઉલ્ટી શરુ થઇ જતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ તાંત્રીક મનીગીરીનું કોઈ કારણોસર મોત નીપજતાં શંકાની સોંય પોલીસ પર ગઈ છે. અને હવે તંત્રીકના મોતથી અનેક સવાલો ખડા થયા છે.
શું કોઈ વ્યક્તિ માત્ર ઉલ્ટી થવા થી મરી જાય? જોકે હાલ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. અને કંટ્રોલ મસેજ કરનાર યુવતીના ભાઈ અને યુવતીને નિવેદન માટે બોલાવી છે. તો મૃતક મનીગીરીના પી.એમ રિપોર્ટ બાદ જ મોતનો ગૂંચવડો ઉકેલાય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસની કોઇ ભૂલચૂકથી તાંત્રિકનું મોત થયું કે હકીકતમાં આકસ્મિક મોત થયું તે પોલીસની આગળની તપાસમાં જ બહાર આવશે.