અમદાવાદઃ સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ ડ્રગ્સના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, 268 કરોડના એફેડ્રીન ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
મળતી જાણકારી અનુસાર, કોર્ટે 1339.250 કિલો એફેડ્રીન ડ્રગ્સ મામલે અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ, ભરતસિંહ રણજીતસિંહ કાઠીયા, પૂનિત રમેશ શ્રિન્ગી, જય ઉર્ફ જય મૂલજી મુખી તથા મનોજ તેરાજ જૈનને 10 વર્ષની જેલની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે
ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2016માં એપ્રિલ મહિનામાં દરોડા પાડતા એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કેસની તપાસમાં કિશોર ભાવસિંહ રાઠોડ ડ્રગ્સને યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ સુધી પહોંચાડતો હોવાનું બહાર આવ્યું હતું. કિશોરસિંહ 10 મહિનાથી ફરાર હતો. 2017માં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એમ પી બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.