Kite Festival:અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે કાઇટ ફેસ્ટીવલ ખુલ્લો મૂક્યો. જેમાં અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી. અમદાવાદમાં દર વર્ષે રિવરફ્રન્ટ પર અદભૂત કાઇટ ફેસ્ટીવલ યોજાય છે. આ વર્ષે પણ 11થી 14 જાન્યુઆરી કાઇટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ કાઇટ ફેસ્ટીવલમાં 47 દેશના પતંગબાજો ભાગ લઇ રહ્યાં છે. જ્યારે 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો તો ગુજરાતમાંથી 417 પતંગબાજો પતંગબાજીની મોજ માણશે. રિવરફ્રન્ટ પર પતંગબાજીને લઇને પતંગ રસિકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ઉત્સવની પ્રારંભે અહીં જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી પણ જોવા મળી હતી.


ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં  મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ઉત્સવની બહુ જુની પરંપરા છે.તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરવી હતી. કાઇટ ફેસ્ટિવલની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. પતંગ વર્કશોપ, હેંડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ રખાયા છે.


મકસંક્રાતિ અને પતંગનું શું છે સંબંઘ


મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી જ ઋતુઓ બદલાવાની શરૂઆત થાય છે. ભારતના વિવિધ પ્રદેશોમાં, આ તહેવાર સ્થાનિક માન્યતાઓ અનુસાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.


ઉત્તરાયણનો સૂર્ય મકરસંક્રાંતિના દિવસે જ ઉગે છે. આ દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાં પતંગ ઉડાવવાની પણ પરંપરા છે. કેટલાક સ્થળોએ, આ દિવસે મોટી પતંગ ઉડાવવાની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે પતંગ કેમ ઉગાડવામાં આવે છે.


મકરસંક્રાંતિના દિવસે પતંગ કેમ ઉગાડવામાં આવે છે?


મકરસંક્રાંતિના દિવસે દેશભરમાં પતંગો ઉડાડવામાં આવે છે, તેથી આ દિવસને પતંગ ઉત્સવ પણ કહેવામાં આવે છે. સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે તમિલના તન્નાના રામાયણ અનુસાર, પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામે જે પતંગ ઉડાવી હતી તે ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ હતી. આ જ કારણ છે કે આ દિવસે પતંગ ઉડાડવામાં આવે છે.


પતંગ ઉડાડવાનો સંદેશ


પતંગને સુખ, સ્વતંત્રતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડીને એકબીજાને ખુશીનો સંદેશ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યના કિરણોને શરીર માટે અમૃત સમાન માનવામાં આવે છે. આનાથી વિવિધ પ્રકારના રોગો દૂર થાય છે.


એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાથી તમે સૂર્યના વધુ કિરણોને શોષી લો છો, શરીરમાં ઊર્જા મેળવો છો અને વિટામિન ડીની ઉણપને દૂર કરો છો.