અમદાવાદઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખપદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ છે. વિશ્વનાથસિંહ વાઘેલા ઉચ્ચ શિક્ષિત યુવાન છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સ (M.Sc.) કરેલું છે. આ ઉપરાંત આઈસીએફએઆઈ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ પણ કરેલું છે. 2016થી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં સેક્રેટરી તરીકે કાર્યરત વિશ્વનાથસિંહ વાઘેલાને 2021ના મે મહિનામાં ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાયા હતા.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની અલગ અલગ ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે કામ કરી ચૂકેલા વિશ્વનાથસિંહ વાઘેલાની વય હાલમાં 35 વર્ષ છે. વિશ્વનાથસિંહ વાઘેલાને યુથ કોંગ્રેસના પ્રમુખ માટેની ચૂંટણીમાં સૌથી વધુ મત મળ્યા હતા પણ અમુક મતો કેન્સલ થતાં પરિણામ અટકાવવામાં આવ્યું હતું. હવે સત્તાવાર રીતે વિશ્વનાથસિંહ વાઘેલાની વરણીની જાહેરાત કરાઈ છે.


વિશ્વનાથસિંહ વાઘેલાની ગુજરાત યુથ કોંગ્રેસના  પ્રમુખપદે વરણી કરાઈ હોવાની જાહેરાત યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બીવીએ  કરી હતી.


હાલમાં અમદાવાદના ઈસનપુરમાં રહેતા વિશ્વનાથસિંહ વાઘેલા અમદાવાદ જિલ્લાના જ છે. વિશ્વનાથસિંહ વાઘેલાનું વતન અમદાવાદ જિલ્લાના સાણંદ પાસેનું કાણેટી ગામ છે.


કોલેજમાં હતા ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે જોડાયેલા વિશ્વનાથસિંહ વાઘેલા ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં 2008માં સ્ટુડન્ટ વેલપેર મેમ્બર તરીકે ચૂંટાયા હતા. વિશ્વનાથસિંહ વાઘેલા એનએસયુઆઈમાં રાષ્ટ્રીય સ્તરે પણ સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા છે. એનએસયુઆઈનાં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકેલા વિશ્વનાથસિંહ વાઘેલા એનએસયુઆઈનાં અધિવેશનોમાં ડેલીગેટ તરીકે ભાગ લઈ ચૂક્યા છે. દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીમાં પણ વિશ્વનાથસિંહ વાઘેલા સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે.


ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું   શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. વાઘેલાએ પોતાના સ્વાગતમાં કોરોનાના નિયમો તૂટ્યા તે બદલ ગુજરાતની જનતાની માફી માંગી હતી.


વાઘેલાએ જણાવ્યું કે, યુથ કોંગ્રેસ આવનારા સમયમાં સિનિયર કોંગ્રેસ સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે. તેમણે જાહેરાત કરી કે, પેપર લીકકાંડમાં ગુજરાતના યુવાનોને થયેલા અન્યાય બાબતે યુથ કોંગ્રેસ મેદાનમાં આવશે અને પેપર લીકની ઘટનાને કારણે ગુજરાતના યુવાનોને પડતી મુશ્કેલીનો અવાજ યુવા કોંગ્રેસ બનશે.


Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે રૂપાણીને નહીં પણ આ જૂના નેતા પાસે પોતાના પછી દીપ પ્રાગટ્ય કરાવ્યું,  રૂપાણીને CMની બાજુમાં પણ સ્થાન નહીં.....


રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર નહોતા રહ્યા. જો કે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજના કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. રૂપાણીની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.


આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ તથા વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન અપાયું હતું પણ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભૂતપૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી બેઠા હતા.  રૂપાણી વજુભાઈ વાળા પછી બેઠા હતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું.