અમદાવાદઃ પાખંડી ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. ઢબુડી માને પ્રથમ વખત મળવા આવતા ભક્તો પાસે તેઓ ચાર રવિવાર દર્શન ફરજિયાત કરાવતા હતા. જે બાદ ઢબુડી મા ભક્તોને મળતા હતા. આ ઉપરાંત જે ભક્ત પહેલીવાર જાય તેને યુ-ટયૂબ ચેનલ ફરજીયાત સબસ્ક્રાઇબ કરાવતા હતા અને 50 વીડિયો લાઇક કરાવતા હતા. વડિયોના વ્યૂ વધે તે માટે એકવાર પ્લે પણ કરાવતા હતા.



થોડા સમય પહેલાનો ધનજી ઓડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડ્રોનમાંથી ગુલાબનાં ફૂલ ઢબુડી મા અને તેમના અનુયાયીઓ પર નાંખ્યા હતાં. જેમાં તેમણે પોલીસ પાસે ગાડી માટેની પરવાનગી લીધી હતી. પરંતુ આ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવવાની પરવાનગી અંગે શંકા છે. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય એસીપીએ તપાસનાં આદેશ આપ્યાં છે. મહત્વનું છે કે ડ્રોન ઉડાવવા માટે પણ પરવાનગી લેવાની હોય છે.



મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. પોલીસને તે આ ભાડાના મકાન પર ન મળતાં ત્યાં નોટિસ લગાવવામાં આવી છે.

આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........

મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું

આસામ NRCને લઈ ઈમરાન ખાને કહ્યું, મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે મોદી સરકાર