વિરમગામ: માળીયા-અમદાવાદ હાઈવે પર વિરમગામથી સાણંદ વચ્ચે આવેલા જખવાડા પાસે બે કારો ઘડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરેન્દ્રનગરનું પાર્સિંગ ધરાવતી કારના અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. તેઓ લખતરના અજીતસિંહ રાણા કે જેઓ ભાજપ પ્રમુખનું હોવાનું બહાર આવ્યું હતું.
અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં.
જીજે 13 સીસી 998 અને જીજે6એફ4778 નંબરની બે કારો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારોના ભુક્કો બોલી ગયો હતો. બંને કાર ધડાકાભેર અથડાતાં આસપાસના લોકો દોડી ગયા હતા.