અમદાવાદઃ થલતેજ ચાર રસ્તા પાસેની હોટેલ બિનોરીના એક રૂમમાં પોલીસે દરોડો પાડતાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો ઝડપાયા હતા. તેમની સાથે ત્રણ યુવતી પણ પકડાઈ હતી પણ ત્રણેય યુવતીએ દારૂ પીધો ન હોવાથી તેમને જવા દેવાઈ હતી. બીજી તરફ બર્થ ડે બોય અને તેના ત્રણેય મિત્રે આખી રાત પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિતાવવી પડી હતી.
બિનોરી હોટેલના એક રૂમમાં બર્થ ડે પાર્ટી માટે ભેગા થયેલા 4 યુવક અને યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતાં સોલા પીઆઈ જે. પી. જાડેજાએ દરોડો પાડ્યો હતો.
સાહિલનો બર્થ ડે હોવાથી ત્રણેય મિત્ર તેમની ત્રણ ગર્લફ્રેન્ડ સાથે હોટેલના રૂમમાં ભેગા થયા હતા. તમામને સોલા પોલીસ સ્ટેશન લઈ જવાયા પછી તમામના મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. ત્રણેય યુવતીએ દારૂ પીધો ન હોવાનું જાણવા મળતા તેમને જવા દેવાઈ હતી પણ એ પહેલાં પોલીસે ત્રણેય યુવતીના ઘરે પોલીસે ફોન કરીને આ અંગે જાણ કરી હતી.
આ ત્રણ યુવતીઓ પૈકી એક યુવતીના પિતાએ પીઆઈને કહ્યું કે, મારી છોકરી તેના બોયફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં હોટેલના રૂમમાં જઈ રહી છે એ અમને કહીને ગઈ હતી અને અમને કોઈ વાંધો પણ નથી.
આ ચારેય યુવકો ગોતાની સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરે છે. સાહિલ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં, ફેનિલ આઈટીના ત્રીજા વર્ષમાં, કલરવ મિકેનિકલના ત્રીજા વર્ષમાં જ્યારે જયનીલ કમ્પ્યુટર એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
અમદાવાદઃ રેડ પછી પોલીસે ફોન કરતાં યુવતીના પિતાએ કહ્યુઃ મારી દીકરી બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં ગઈ છે તેની અમને ખબર છે ને અમને વાંધો નથી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2020 02:02 PM (IST)
બિનોરી હોટેલના એક રૂમમાં બર્થ ડે પાર્ટી માટે ભેગા થયેલા 4 યુવક અને યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતાં સોલા પીઆઈ જે. પી. જાડેજાએ દરોડો પાડ્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -