અમદાવાદમાં ફરી કોરોનાના કેસોમાં વધારે થતાં ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના એસ.જી.હાઈવે સહિતના 27 વિસ્તારોમાં તાત્કાલિક અસરથી રાતે 10 વાગ્યા બાદ દવાઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો મોટ નિર્ણય લીધો છે.
રાતના સમયે પાનના ગલ્લા, ટી-સ્ટોલ, કોફી સ્ટોલ, ખાણીપીણીના જાણીતા ફૂડપાર્લરો પર યુવક-યુવતીઓની અસામાન્ય ભીડ જામતી હોવાના કારણે કડક નિયંત્રણો ફરી લાદવાની ફરજ પડી હોવાનું અધિકારીઓ જણાવ્યું હતું. દુકાનો બીજો હુકમ ના થાય ત્યાં સુધી 10થી સવારના 6 બંધ રહેશે. અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં ફકત ખાણી-પીણીની દુકાનો જ બંધ રાખવામાં આવશે. આ સિવાયની અન્ય દુકાનો ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
અનલોક-4માં અપાયેલી છૂટછાટો અને અગાઉ ઘટેલા કેસોના આંકડાઓના કારણે ‘હવે કોરોના જેવું કંઈ છે જ નહીં’ તેવી માનસિકતા ઉભી થતાં લોકો માસ્ક પહેર્યા વગર જ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ જોવા મળ્યા હતા. ભીડ વિખેરવા છેલ્લા ચારેક દિવસથી મ્યુનિ.ની ટીમો સિંધુભવન રોડ, પ્રહલાદનગર રોડ, આઈઆઈએમ રોડ, એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર લેક આસપાસ જાય છે અને ભીડને વિખેરે છે.
આ દરમિયાન 27 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસો સૌથી વધુ પશ્ચિમ અને નવા પશ્ચિમના સમૃદ્ધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલોના આઈસીયુ અને વેન્ટીલેટર સાથેના બેડ સરકારી અને ખાનગીમાં ફૂલ થવા માંડ્યા છે. સ્થિતિ ચિંતાજનક બનવા માંડી છે. કેસોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
(1) પ્રહલાદનગર રોડ
(2) વાયએમસીએથી કાકે દા ઢાબા
(3) કોર્પોરેટ રોડ
(4) બુટભવાનીથી આનંદનગર રોડ
(5) એસ. જી. હાઇવે
(6) ઇસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5
(7) સિંધુભવન રોડ
(8) બોપલ- આંબલી રોડ
(9) ઇસ્કોનથી આંબલી રોડ
(10) ઇસ્કોનથી હેબતપુર રોડ
(11) સાયન્સસિટી રોડ
(12) શીલજ સર્કલ - રીંગ રોડ
(13) આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ
(14) સી.જી. રોડ
(15) લૉ ગાર્ડન
(16) વસ્ત્રાપુર તળાવ ફરતે
(17) માનસીથી ડ્રાઇવઇન રોડ
(18) ડ્રાઇવ ઇન રોડ
(19) ઓનેસ્ટથી શ્યામલ ક્રોસરોડ
(20) શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસરોડ
(21) બળિયાદેવ મંદિરથી જીવરાજ ચારરસ્તા
(22) આઇઆઇએમ રોડ
(23) શિવરંજનીથી જોધપુર ચાર રસ્તા
(24) રોયલ અકબર ટાવર પાસે
(25) સોનલ સિનેમાથી અંબર થઈ વિશાલા સર્કલ
(26) સરખેજ રોજા, કેડિલા સર્કલ, ઉજાલા સર્કલ
(27) શાંતિપુરા ક્રોસરોડ
અમદાવાદના કયા 27 વિસ્તારોમાં રાતના 10 વાગે પછી ફરી દુકાનો થઈ ‘લોક’? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 08:57 AM (IST)
અમદાવાદમાં ફરી કોરોનાના કેસોમાં વધારે થતાં ફફડાટ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -