અમદાવાદઃ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રેમીએ પ્રેમિકાને રોડ પર જ લાફા ઝીંકી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમીએ જાહેરમાં લાફા મારી દેતા પ્રેમિકાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે યુવતીએ સંબંધ આગળ વધારવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીને લાફા મારી દીધા હતા.
યુવક સાથેના પ્રેમસંબંધથી કંટાળેલી યુવતી પ્રેમીએ આપેલી ગિફ્ટ તેના ઘરે આપવા ગઈ હતી, ત્યારે તેણે પ્રેમસંબંધનો અંત લાવવાની વાત કરતાં પ્રેમીએ લાફા ઝીંકી દીધા હતા. પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઇસનપુર પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.