અમદાવાદઃ શહેરના સિંધુ ભવન રોડ પર સગીરાના નગ્ન ફોટા વાયર કરવાની ધમકી યુવકે આપતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે સગીરાની માતાએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે યુવકની અટકાયત કરી છે. આ યુવક અગાઉ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે શહેરના સિંધુ ભવન રોડ પર એસ્ટેટ બ્રોકર તેની પત્ની અને બે સંતાનો સાથે રહે છે. તેમની દીકરી ધોરણ-12માં અભ્યાસ કરે છે. આ સગીરા એક વર્ષ પહેલા કૃષ્ણનગર ખાતે રહેતા ઋત્વિક ગઢવીના સંપર્કમાં આવી હતી. ઋત્વિકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને ભગાડી ગયો હતો.
જોકે, વસ્ત્રાપુર પોલીસે ગણતરીની કલાકોમાં જ બંનેને શોધી કાઢ્યા હતા. સગીરા ઘરે પાછી આવી જતાં તેણે ઋત્વિક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. દરમિયાન ઋત્વિકે સોશિયલ મીડિયા દ્વારા સગીરાનો ફરીથી સંપર્ક કર્યો હતો અને તેને ફોસલાવીને તેના અશ્લીલ ફોટા મેળવી લીધા હતા. હવે સગીરાએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતા ઋત્વિકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેના પિતાને ઉપાડી જવાની પણ ધમકી આપી હતી.
આ અંગે સગીરાની માતાએ ફરિયાદ કરતા વસ્ત્રાપુર પોલીસે ઋત્વિક ગઢવી નામના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ યુવકે સગીરા સંબંધ ન રાખે તો અશ્લીલ ફોટા વાયરલ કરવાની આપી ધમકી ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Oct 2020 11:40 AM (IST)
સગીરાની માતાએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે યુવકની અટકાયત કરી છે. આ યુવક અગાઉ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -