આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે)ના 29મી એપ્રિલે દિલ્લી ખાતે કામેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. આ પછી ટ્રેન મારફત બંને અમદાવાદ આવ્યા હતા અને શહેરના કૃષ્ણનગરમાં રહેતા હતા.
કામેશે પ્રિયાને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને ઢોર માર માર્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુવતીએ પોતાની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.