અમદાવાદ: ઘોડાસર ચોકડી પાસે એક્ટિવા ચાલકને BRTS બસે ટક્કર મારતા યુવકનું મોત
abpasmita.in | 15 Dec 2019 08:11 AM (IST)
બીઆરટીએસ બસે અક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલક ઉછળી પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અમદાવાદ: બીઆરટીએસ બસે શનિવારે રાતે વધુ એક યુવકનો ભોગ લીધો હતો. નારોલથી જશોદાનગર જતી બીઆરટીએસ બસે ઘોડાસર ચોકડી પાસે એક 35 વર્ષીય યુવાનને અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. મૃતક યુવાન જયકુમાર ચૌહાણ અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી હતો. જે કોઈ કામ અર્થ પોતાનું એક્ટિવા(GJ 27 CD 4335) લઈને બહાર ગયો હતો ત્યારે ઘોડાસર ચોકડી પાસે પૂરપાટ આવતી બીઆરટીએસ બસે અક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલક ઉછળી પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગઈકાલે સુરેન્દ્રનગર-લખતર હાઇવે રક્તરંજિત બન્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ઝમર ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં લાકડા કાપી રહેલા લોકો પર ચઢી ગઈ હતી. જેમાં એક મહિલા, એક સગીરા અને એક બાળક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા.