અમદાવાદઃ શહેર(Ahmedabad)ના નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police station) વિસ્તારમાં પતિએ ગર્ભવતી પત્નીની સંભાળ માટે રાખેલી યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને ઘરમાં જ તે યુવતી સાથે રંગરેલિયા મનવવા લાગ્યો હતો. પત્નીને પતિના કામવાળી (Maid) સાથેના પ્રેમસંબંધની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પત્નીને પ્રેમપ્રકરણની જાણ થઈ ગયા પછી પતિએ પત્ની પાસે કામવાળી સાથે રાત્રે સૂવાની મંજૂરી માંગી હતી. જોકે, પત્નીએ ઇનકાર કરતા પતિએ પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે યુવતીએ નિકલો પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કૃષ્ણનગરમાં રહેતી 35 વર્ષીય યુવતી લવ મેરેજ (love marriage) કરેલા છે અને તેનાથી તેને બે સંતાનો પણ છે. યુવતી ગર્ભવતી હતી, ત્યારે પત્નીને કામમાં મદદ કરવા માટે કામવાળી યુવતીને રાખી હતી. જોકે, આ યુવતી સાથે પતિને આંખ મળી ગઈ હતી. પત્નીને જાણ થતાં તેણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પતિ પત્નીને માર મારી યુવતી સાથે જ રહેતો હતો.
એટલું જ નહીં, પતિએ કામવાળી સાથે રાત્રે સૂવા માટે પત્ની પાસે મંજૂરી પણ માંગી હતી. પરંતુ પત્નીએ ઇનકાર કરી દેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને મારી મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી સંતાનોને પતિ જોડે જ મૂકી પિયર જતી રહી હતી. આ પછી પત્ની સંતાનોને મળવા જતી ત્યારે પણ પતિ અને તેની પ્રેમિકા તેને ત્રાસ આપતાં હતા. આથી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.