અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલમાં ફાયરિંગની ઘટના બની છે. ફાયરીંગમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રાધે મોલમાં એક યુવાન પર ગોળીબાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.

સિક્યુરીટી ઓફિસમાં ફાયરીંગની ઘટના બની છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.