અમદાવાદઃ અમદાવાદમાં એક યુવકના આપઘાતના કેસમાં યુવકની માતાએ આક્ષેપ કર્યો છે કે, યુવકની પત્નિ તેને શારીરિક સંબંધો બાંધવા નહોતી દેતી તેથી પરેશાન થઈને તેણે આપઘાત કરી લીધો છે.
યુવકની માતાએ પોલીસને આપેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે, યુવકનાં લગ્નને 22 મહિના થયા હોવા છતાં તેની પત્નિએ તેની સાથે એક પણ વાર શારીરિક સંબંધો નહોતા બાંધવા દીધા. આ કારણે યુવક તણાવમાં રહેતો હતો અને તેણે આપઘાત કરી લીધો.
યુવકની માતા મૂળીબેને કરેલા આક્ષેપો પ્રમાણે, મણિનગરની રહેવાસી યુવતીનાં લગ્ન 22 મહિના પહેલાં ઓક્ટોબર 2018માં તેમના પુત્ર સાથે થયાં હતાં. તેમનો પુત્ર રેલ્વેમાં નોકરી કરે છે. યુવતીની ઉંમર 32 વર્ષની છે પણ તે પોતાના પતિને સેક્સ માણવા નહોતી દેતી. તેમના દીકરાનાં પહેલાં લગ્ન 2016માં તૂટી ગયાં હતા જ્યારે તેની પત્નિ પણ બે વાર પરણીને ડિવોર્સ લઈ ચૂકી હતી.
માતાના આક્ષેપ પ્રમાણે, પોતે તેમના ઘરે હતાં ત્યારે પણ બંને અલગ અલગ સૂતા હતાં. આ અંગે પુત્રને પૂછતાં તેણે કહ્યું હતું કે, લગ્નના 22 મહિના પછી પણ બંને વચ્ચે સેક્સ સંબધ બંધાયા નથી. તેમનો દાવો છે કે, પુત્રે એવું પણ કહેલું કે પત્નિએ સોગંદ કાધા હતા કે તે પતિ સાથે કદી શારીરિક સંબંધ નહીં બાંધે. આ કારણોસર યુવક તણાવમાં રહેતો હતો અને પતિ-પત્નિ વચ્ચે ઝગડા થતા હતા તેથી યુવતી માતા-પિતાના ઘરે જતી રહી હતી. તેના કારણે તમાવ વધતાં ઘરમાં કોઈ નહોતું ત્યારે યુવકે આપઘાત કરી લીધો.
અમદાવાદઃ લગ્નના 22 મહિના પછી પણ પત્નિ નહોતી બાંધતી શારીરિક સંબંધ, યુવકે શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 10:08 AM (IST)
યુવકનાં લગ્નને 22 મહિના થયા હોવા છતાં તેની પત્નિએ તેની સાથે એક પણ વાર શારીરિક સંબંધો નહોતા બાંધવા દીધા. આ કારણે યુવક તણાવમાં રહેતો હતો અને તેણે આપઘાત કરી લીધો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -