અમદાવાદઃ ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સેક્સ માણતાં જોઈ ગઈ હતી. આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા.
લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી. યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે
પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.
યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ યુવક ભાભી સાથે રંગરલિયાં મનાવી રહ્યો હતો ને પત્નિ જોઈ ગઈ, ભાભીના પતિએ યુવતીને શું શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 03:22 PM (IST)
અમદાવાદમાં એક યુવતી પોતાના પતિને જેઠાણી સાથે રંગરલિયાં મનાવતા જોઈ ગઈ હતી, તેના બાદ આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -