અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે.  વટવા GIDCમાં આ આગ લાગી છે. ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગી હતી. અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એક એકમમાં આ આગ લાગી હતી. સોલ્વન્ટ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હોવાથી વધુ ગાડીઓને તૈયાર રહેવા સૂચના આપવામાં આવીછે. પોલીસનો કાફલો પણ રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો છે.


ભીષણ આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે.  ફાયર બ્રિગેડ આવે તે પહેલા એક વ્યક્તિ દાઝી ગયો હતો.  આગ પર 80 ટકા કાબુ મેળવાયો છે. 18 ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારો કામે લાગ્યા છે.  


વટવા GIDCમાં આ ભીષણ આગનો બનાવ બન્યો છે. સોલવન્ટ બનાવતી ફેકટરીમાં આ મોટી આગ લાગી છે.  ફેઝ 1 માં આવેલ અલ્કેશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આ આગ લાગી છે. 


ફાયર વિભાગની 18 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી


અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 18 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.  


પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ લાગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા છે. 


થોડા દિવસો પહેલા ભંગારના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ 


અમદાવાદના સનાથલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આદેશ આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની આ ઘટના બની હતી.  નોંધનીય છે કે, ફાયરની 18 ગાડી થકી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સનાથલથી ચાંગોદર રોડ પણ આવેલ આદેશ આશ્રમ પાસે ગોડાઉનમાં આગ લાગી હતી. પેપરના મોટા ગોડાઉનમાં આગ લાગી હતી. જેથી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી  અને આગ પર કાબૂ મેળવ્યો હતો. 


અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગોડાઈન અને ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે.