અમદાવાદ: અમદાવાદમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક પાંખડી તાત્રિકે 12 હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમા એકાએક તબિયત બગાડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન મૃત્યું થયું છે. મરતા પહેલા તાંત્રિકે પોતાના પાપનો સ્વિકાર કર્યો છે.
તાંત્રિકે મરતા પહેલા કર્યા ચોંકાવનારા ખુલાસા
સરખેજ પો.સ્ટે. ગુના રજી નં. ૯૧૮/૨૪ ના ગુના કામે તારીખ ૩/૧૨/૨૪ ના રોજ એરેસ્ટ કરવામાં આવેલ જે આરોપી તારીખ ૧૦/૧૨/૨૪ સુધી રિમાન્ડ પર હોય જે રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભુવો હોઈ અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા સારું કુલ 12 જેટલા મર્ડર સોડીયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં ૧ મર્ડર અસલાલીમાં, ૩ સુરેન્દ્રનગરમાં ૩ રાજકોટમાં પડધરી ખાતે ૧ અંજારમાં ૧ વાંકાનેર તથા ૩ પોતાના પરિવારમાંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી છે. આરોપી નવલસિંહ આજરોજ પોલીસ કસ્ટડીમા એકાએક તબિયત બગાડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન મૃત્યું થયું છે.
પરિવારના ત્રણ સહિત 12 હત્યાની કબૂલાત
અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. તંત્ર-મંત્રના નામે પરિવારના ત્રણ સહિત 12ની હત્યા કર્યાનો મરતા પહેલા તાંત્રિકે સ્વિકાર કર્યો છે. અમદાવાદના પાખંડી તાંત્રિક નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાઈટ્રાઈટનો ઉપયોગ કરી 12 હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે.
ભુવાએ ભૂતકાળમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હત્યા કરી હતી. નવલસિંહ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની હતો. પોલીસે વઢવાણમાં નવલસિંહને સાથે રાખીને રી કન્સ્ટ્રકશન અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ માટે નવલસિંહના મઢમાં પણ ગઈ હતી. નવલસિંહે જે દુકાનેથી સોડિયમ કેમિકલ ખરીદ્યું હતું ત્યાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
નવલસિંહે કલરની દુકાનેથી સોડિયમ ખરીદ્યું હતું. સોડિયમના વેચાણ માટે લાયસન્સની જરૂર નથી. ભુવાની અનેક વર્તણુક શંકાસ્પદ જણાઈ આવી હતી. યુ-ટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી. જેમાં તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. ભાવેશ નામનો યુવક તેની યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરતો હતો.
થોડા સમય પહેલા ભાવેશનું મોત થયું હતું.
એકના ચાર ગણા કરવાની લાલચ આપી ભૂવો હત્યા કરતો
અસલાલીમાં એક અને સુરેંદ્રનગરમાં 3 હત્યાને અંજામ આપ્યો હતો. રાજકોટના પડધરીમાં એક, જ્યારે અંજારમાં એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. ભૂવા નવલસિંહ ચાવડાની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસ સ્ટેશનમાં ભૂવો ઢળી પડતા સારવાર માટે ખસેડાયો હતો. 12 હત્યાની કબૂલાત કર્યા બાદ નવલસિંહ ચાવડાનું મોત થયું છે. એકના ચાર ગણા કરવાની લાલચ આપી ભૂવો હત્યા કરતો હતો.
ફેક્ટરી માલિકની હત્યાની સાજિશ
ફેક્ટરી માલિકની હત્યાની સાજિશ કરનાર તાંત્રિકને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામ્ય કોર્ટના જજે આરોપીને સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો. પોલીસે રિમાન્ડ અરજીમાં એવી આશંકા સેવી હતી કે, આરોપીએ તાંત્રિક વીધી માટે નર બલી ચઢાવ્યાની શક્યતા છે.
સરખેજ પોલીસ અને ઝોન 7ની સંયુક્ત ટીમે પકડેલા તાંત્રિક આરોપી નવલસિંહ ચાવડાની ધરપકડ કરી બુધવારે ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં સરકારી વકીલે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, “આરોપી તાંત્રિક વિદ્યા જાણે છે અને YouTube ચેનલ જોતા તેના વિધિ કરતા વીડિયો મળ્યા છે. તે વીડિયોની ખરાઈ કરવાની છે.”
સરકારી વકીલે કહ્યું કે, “આરોપીએ ફરિયાદી સાથે કાર્ય કરવા પ્લાન કર્યો હતો જેમાં સફળતા મળી ન હતી. તો આ રીતે અન્ય કોઈની સાથે આ પ્રકારની વિધિ કરી છે કે નહીં તે મામલે તપાસ જરૂરી છે. આરોપી તાંત્રિક વિધિ કરવા ટેવાયેલો છે તેથી વિધિ દરમિયાન કોઈ નરબલી ચઢાવી છે કે નહીં, આરોપીએ ફરિયાદીને મારી નાખવા માટે જે પ્રમાણે પ્લાન બનાવ્યો હતો તે જોતા આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું છે.”