અમદાવાદઃ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા MCI દ્વારા બોગસ તબીબોના દૂષણને દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમગ્ર દેશમાં તબીબોને યુનિક આઇડી નંબર આપવામાં આવશે. જેમા MBBS, MS, MD ડેંટલ, સહિતના તમામ એલોપેથી તબીબોને યુનિક આઇડી આપવામાં આવશે.
નવા નવા નિયમો બનાવીને સિસ્ટમમાં ધરમૂળમાંથી પરિવર્તન કરવા માંગતી મોદી સરકાર દેશમાં વધતા જતા બોગસ તબીબોના લીધે આમ લોકોના સ્વાસ્થયને નુક્સાન પહોંચાડતા બોગસ બની બેઠેલા તબીબોના દૂષણને ડામવા માટે મેડિકલ કાઉન્સીલ ઓફ ઇંડિયા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ એલોપેથી તબીબો જેવા કે, MBBS, MS, MD અને ડેન્ટલ સહિતની પ્રેક્ટિસ કરતા તબીબોને આ યુનિક આઇડી ફાળવવામાં આવશે. જે માટે MCI દ્વારા દેશના તમામ સ્ટેટ કાઉન્સિલ સાથે જોડાયેલા તમામ તબીબોને આ સિસ્ટમમાં આવરી લેવા અને તમામ સભ્યોની યુનિક આઇ.ડી મળી રહે તે માટે સ્ટેટ કાઉન્સિલ સાથે સંકલન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
આ સિસ્ટ થકી કોઇપણ દર્દી અને તેના સબંધીઓે તબીબોની ડિગ્રી માન્ય છે કે નહિ તે સરળતાથી જાણી શકાશે. એટલુ જ નહિ પણ જો તબીબ યુનિક આઇડી ન ધરાવતો હોય તો MCI સમક્ષ કરી શકાશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇંડિયા દ્વારા આ સિસ્ટમ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આર્યુવેદિક અને હોમ્મોપેથી તેમજ નેચરોપેથી જેવા અભ્યાસક્રમોની ડિગ્રી ધરાવતા તબીબોને યુનિક આઇ.ડી કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા નથી.