તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેંદ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક જ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેંદ્ર સરકારે કોઈ પણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહીં લેવાય. કોરોનામા અનેક અઘરુ હતુ છતાં પ્રોજેક્ટ આગળ ચાલ્યો. 15 હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ છે.
તેમણે જણાવ્યું હતું કે, 2620 કરોડના ખર્ચે અમદાવાદ બામણબોરનુ કામ હાલ ચાલુ છે. બેટ દ્રારકા જવાના રોડનુ કામ પણ હજુ ચાલુ છે. શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ ફાટક મુક્ત ગુજરાતની જોગવાઇ કરી, જેના માટે 50% રેલ્વે અને રાજ્ય સરકારના ખર્ચે કામ ચાલે છે.
હાલ 3400 કરોડના ખર્ચે 68 બ્રિજના કામ ચાલુ છે. 72 ફાટક પર હાલ ફાટક મુક્ત ગુજરાતનુ કામ ચાલુ છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે.