હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. ત્યારબાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. ગુજરાતના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે.
12 જૂનથી ગુજરાતમાં વરસાદની અસર શરૂ થઈ જશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે, અમે સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છીએ.