બપોરે 1 વાગે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભર બપોરે ભારે વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અમદાવાદમાં અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદના એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, બોપલ, વસ્ત્રાપુર, લાલ દરવાજા, બોડકદેવ, ઘાટલોડિયા, નારાયણપુરા, પંચવટી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જોત જોતામાં જ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.