અમદાવાદઃ નડિયાદમાં તા. 21 મી જુલાઈથી તા. 30 મી જુલાઈ સુધી સ્વૈચ્છીક લોકડાઉન કરવાની પાલિકાએ અપીલ કરી છે. તા. 13 થી 20મી જુલાઈ સુધી સહકાર આપનાર શહેરીજનોને વધુ એકવાર અપીલ કરવામાં આવી છે. નડિયાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ અપીલ કરવામાં આવી છે. બપોરે 12 પછી ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. નડીયાદ નગરપાલિકા દ્વારા વધુ 10 દિવસના જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.


તારીખ 21મી જુલાઇથી 30મી જુલાઇ દરમિયાન સવારે 8 થી 12 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. 13 થી 20 જુલાઈ 7 દિવસનું જનતા લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. ત્યારે વધુ 10 દિવસના જનતા લોકડાઉનમાં બપોર બાદ બજારો બંધ રહેશે. વધતા કોરોનાના સંક્રમણ અને મૃત્યુ આંકથી નડીઆદ -ખેડા જિલ્લો અને રાજ્ય ચિંતિત છે. નડિયાદમાં કન્ટેન્મેન્ટ ઝોન અને કોરોના પોઝિટિવ કેસ રોકવામાં અગાઉનું જનતા લોકડાઉન નિષ્ફળ રહ્યું છે.