અમદાવાદઃ શહેરમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, બીજી તરફ લૂંટારા બેફામ બન્યા છે. ત્યારે એક જ દિવસમાં શહેરમાં લૂંટની બે ઘટના સામે આવી છે. શહેરના એસ.પી. રિંગ રોડ પર એપલવૂડની સામે જાહેરમાં જ એક્સીસ બેન્કના બ્રાન્ચ મેનેજર લૂંટાયા છે. છરી બતાવી મેનેજરનું પર્સ અને હોન્ડા સીટી કાર લૂંટીને લૂંટારા ફરાર થઈ ગયા છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં ઇસ્કોન ચાર રસ્તેથી કોન્ટ્રાક્ટર પાસેથી ચપ્પુની અણીએ એકટીવા લૂંટ્યું છે. ચપ્પુ મારી દેવાની ધમકી આપતા કોન્ટ્રાક્ટર ભાગી જતા શખ્સ એકટીવા લઈને ફરાર થયો હતો. સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી છે.