Gujarat Politics: શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે. 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.




કોંગ્રેસ માં જોડાનારના નામ



  • જયેશ ઠાકોર, લીંબડી વિધાનસભા 

  • નલિન બારોટ,  ખેડા જિલ્લા પ્રમુખ

  • સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ

  • દિનેશ પરમાર, જનરલ સેક્રટરી ખેડા આપ

  • પ્રકાશ પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી 

  • લક્ષ્મણ ચૌહાણ, એજ્યુકેશન સેલ આપ

  • મંત્રી પ્રમોદભાઈ ત્રાડા,શહેર સંગઠન મંત્રી,જેતપુર


આજે આ તમામ નેતાઓએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો બીજી તરફ સરકારને દંડ ફટકાર્યો તેના પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારે નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યું હતું. ભૂર્ગભજળની અવ્યવસ્થાને કારણે ગુજરાતને  12.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ગુજરાત સરકારે પ્રજાની માફી માંગવી જોઈએ. જળવ્યવસ્થાપન ગુજરાતમાં થાય તો ખેડૂત અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલા લોકોને ફાયદો થશે.


જેતપુરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ


જેતપુર આમ આદમી પાર્ટીમાં પણ ભંગાણ સર્જાયું છે. શહેર સંગઠન મંત્રીએ પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીમાંના શહેર સંગઠન મંત્રી પ્રમોદભાઈ ત્રાડા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રસમાંથી આપમાં ગયેલ પ્રમોદભાઈ ત્રાડાની ઘર વાપસી થઈ છે. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનાં હાથે તેમણે હાથે ખેસ પહેર્યો હતો. જેતપુરમાં આપ પાર્ટીના શહેર સંગઠન મંત્રી સાથે અન્ય કાર્યકરો પણ વિધિવતરીતે કોંગ્રેસમાં જોડાયા હતા.


લોકસભા ચૂંટણી 2024, અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ 


આગામી લોકસભા ચૂંટણી 2024 માટે, કોંગ્રેસ, TMC સહિત 24 વિરોધ પક્ષોએ NDAનો સામનો કરવા માટે INDIA ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન પણ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે, અત્યાર સુધી ઘણી ચેનલોએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીની બેઠકોને લઈને સર્વે હાથ ધર્યો છે. ત્રણ મહત્વપૂર્ણ સર્વેના પરિણામો દ્વારા જાણો, NDA-INDIA ગઠબંધનમાં કોણ આગળ છે, કોને કેટલી સીટો મળવાની ધારણા છે? જો ત્રણેય સર્વેક્ષણો પર નજર કરીએ, તો નવીનતમ સર્વે ટાઇમ્સ નાઉ ઇટીજીનો છે, જે 15 જૂનથી 13 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર એનડીએ અને INDIAના ગઠબંધનના વોટ શેરમાં માત્ર બે ટકાનો તફાવત જોવા મળ્યો છે. ત્રણેય સર્વે દ્વારા જાણીએ કે ચૂંટણીના મતદાનમાં કોને ફાયદો થવાની ધારણા છે અને કોની હાર થવાની છે?