અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તેમાં પણ અમદાવાદથી ભારત પ્રવાસની શરૂઆત કરતાં હોય તેવું પહેલીવાર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવાર માટે સ્પેશિયલ ગુજરાતી ડિશ તૈયાર કરવામાં આવી છે.

આ સ્પેશિયલ ડિશમાં ફાફડા, જલેબી, ગાંઠિયા, હાંડવો, સ્વીટ અને સમોસા સહિતની ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ટ્રમ્પ, મેલેનિયા અને પુત્રી ઈવાન્કા આ ગુજરાતી વાનગીઓની મજા માણશે.

ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર માટે સ્પેશિયલ ગુજરાતી ડિશ તૈયાર કરવામાં આવી છે જેમાં ખાસ ખમણ અને ઢોકળાં તૈયાર કરવામાં આવ્યાં છે.

ટ્રમ્પને સોનાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવશે ત્યારે તેમની થાળીમાં વીઆઈપી શેફ સુરેશ ખન્નાની ટીમે બનાવેલાં ખમણ-ઢોકળા પણ પીરસવામાં આવશે.