Namaste Trump : ભારત-અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ : મોદી
ટ્રમ્પની સાથે પત્ની મેલાનિયા અને દીકરી ઇવાન્કા પણ ભારત પ્રવાસે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
24 Feb 2020 02:40 PM
મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું હતું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે અને વાસ્તવમાં આજે આપણે ઇતિહાસનું પુનરાવર્તન જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલાં મેં અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રાની શરૂઆત 'નમસ્તે ટ્રમ્પ'થી કરી રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમનો પરિવાર આટલી લાંબી મુસાફરી પછી પણ સીધો સાબરમતી આશ્રમ આવ્યો એ માટે હું તેમનો આભારી છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ટ્રમ્પની મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે 'હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું.'
ડોનાલ્ડ ટ્રંપે મોટેરા સ્ટેડિયમ ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે. દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકાશે. બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે. અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે. આવતી કાલે દિલ્લીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું. એટલું જ નહીં, 3 બિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરાશે. અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ. ટ્રંપે પોતાની સ્પીચમાં ગાંધી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ બોલીવૂડ અને ક્રિકેટરોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સંબંધિત કરતા બે મોટી લોકશાહીના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ મોટેરા સ્ટેડિયમમાં કહ્યું કે, ટ્રમ્પે અહીં આવીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે. આજે ટ્રમ્પે ભારતના લોકોને સંબોધિત કર્યુ છે. તે દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે.
મોટેરા સ્ટેડિયમ લોકોની ભીડથી ખીચોખીચ ભરાઇ ગયુ છે. મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ટ્રમ્પની હાજરીમાં સૌપ્રથમ બન્ને દેશની રાષ્ટ્રધૂન વગાડવામાં આવી છે, બાદમાં પીએમ મોદીએ સંબોધન કરવાનુ શરૂ કર્યુ હતુ. હાલ અહીં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી હવે થોડીવારમાં મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોને સંબંધિત કરશે. અહીં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ થવાનો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી હવે થોડીવારમાં મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોને સંબંધિત કરશે. અહીં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ થવાનો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હવે મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે, અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે.
ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝીટર બુકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સહી કરીને મુલાકાત વિશે લખ્યુ હતુ.
ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચ્યા, અહીં તેમને પત્ની મેલાનિયા સાથે રેટિંયો કાંત્યો હતો.
સાબરમતી આશ્રમમાં પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કરાયુ. બાદમાં ટ્રમ્પે પત્નીની સાથે રેટિંયો કાપ્યો હતો.
અમદાવાદમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો રૉડ શૉ શરૂ, રસ્તાં પર લાખો લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી હતી.
ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાને ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ, બાદમાં ગાંધીજીની તસવીર પર સુતરની આંટી પહેરાવીને વંદન કર્યા હતા.
અમદાવાદ એરોપોર્ટ પર એરફોર્સ વનમાંથી બહાર નીકળેલા ડોનાલ્ડ ટ્રમ્પનુ પીએમ મોદીએ ગર્મજોશીથી સ્વાગત કર્યુ, પરમ મિત્ર ટ્રમ્પને મોદીએ ગળે મળીને આવકાર્યા હતા.
અમદાવાદ એરોપોર્ટ પર એરફોર્સ વનમાંથી બહાર નીકળેલા ડોનાલ્ડ ટ્રમ્પનુ પીએમ મોદીએ ગર્મજોશીથી સ્વાગત કર્યુ, પરમ મિત્ર ટ્રમ્પને મોદીએ ગળે મળીને આવકાર્યા હતા.
પીએમ મોદીએ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પરિવારનુ ગર્મજોશીથી સ્વાગત કર્યુ.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયુ છે, ટ્રમ્પની સાથે પત્ની મેલાનિયા, દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ કુશનેર પણ છે.
અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ આગમન થઇ ચૂક્યુ છે. સવારે 11.36 કલાકે એરપોર્ટ પર એરફોર્સ વન પ્લેનનુ લેન્ડિંગ થયુ હતુ.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કર્યુ, તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો. પીએમ મોદીએ લખ્યુ- ‘અતિથિ દેવો ભવ:’ એટલે કે મહેમાન ભગવાન સમાન છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે, ભારત આવતા પહેલા ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કર્યુ છે, તેમને લખ્યુ કે- ‘અમે ભારત આવવા માટે તત્પર છીએ, અમે રસ્તામાં છીએ, થોડાક કલાકોમાં જ અમે બધાને મળીશું.’
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે, અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે પોતાની છેલ્લા ભારત પ્રવાસની તસવીરો શેર કરી હતી, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાઇ રહી છે.
અમદાવાદમાં પીએમ મોદી અને ટ્રમ્પ રૉડ શૉમાં 28 મંચ પરથી 28 રાજ્યોની ઝાંખીઓ પણ બતાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમમાં બાપુનો ચરખો પણ ચલાવશે, અને પીએમ મોદીની સાથે થોડીવાર આશ્રમમાં બેસશે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આવ્યા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ છે, તેમને કહ્યું કે, ‘’ભારત તમારા આવવાની રાહ જોઇ રહ્યું છે. તમારી યાત્રા નિશ્ચિતરીતે આપણા દેશોની વચ્ચે મિત્રતાને વધુ મજબૂત બનાવશે. બહુત જલ્દી અમદાવાદમાં મળીએ છીએ’’
‘નમસ્તે ટ્રમ્પ’, મોદી અને ટ્રમ્પના કાર્યક્રમના સમગ્ર રૂટ પર 200 જેટલા CCTV કેમેરા લગાવાયા છે. NSG અને SPG ડ્રોન કેમેરાથી નજર રાખશે. 30 IPS, 70 ACP, 250 PI અને 1000 PSI સહિત 12 હજાર પોલીસ કર્મીઓ ખડેપગે હાજર રહેશે.
‘નમસ્તે ટ્રમ્પ’, મોદી અને ટ્રમ્પના કાર્યક્રમના સમગ્ર રૂટ પર 200 જેટલા CCTV કેમેરા લગાવાયા છે. NSG અને SPG ડ્રોન કેમેરાથી નજર રાખશે. 30 IPS, 70 ACP, 250 PI અને 1000 PSI સહિત 12 હજાર પોલીસ કર્મીઓ ખડેપગે હાજર રહેશે.
આજે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ, આ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક માટે ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં નવા 9 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
આજે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ, આ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક માટે ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં નવા 9 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રૉડ શૉને ‘ઇન્ડિયા રૉડ શૉ’ નામ આપ્યુ છે, આમાં લગભગ બધા રાજ્યોના કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. બાદમાં મોદી અને ટ્રમ્પ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. મોટેરા સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે.
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પનુ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરશે, બાદમાં બન્ને નેતાઓ રૉડ શૉ કરશે. બાદમાં મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, પીએમ મોદી તેમને આવકારવા એરપોર્ટ જશે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશનેર પણ ભારત આવશે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બે દિવસ સુધી ભારતના પ્રવાસે છે, અહીં પીએમ મોદી સાથે મુલાકાત, રૉડ શૉ, મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન અને તાજમહેલનો દીદાર સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -