Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડી અને કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે. અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો થશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો નોધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રીનો તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં આજે 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 26થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અરબસાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગ અનુસાર, ક્રિસમસ બાદ ઠંડીનો ચમકારો પણ વધશે.