અમદાવાદઃ હાલ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. રાજય પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને NDRFની 6 ટીમોને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. આ ટીમોને નવસારી, વલસાડ, પાટણ, ભુજ, જૂનાગઢ, રાજકોટમા મોકલવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વરસાદની સ્થિતી અને ત્યારબાદની પરિસ્થિતિને પહોચી વળવા આ ટીમોને મોકલવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.

પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે

ધો. 12 સાયન્સનું પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, છોકરીઓએ મારી બાજી, જાણો વિગત

મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ