અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ 35.61 ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ 17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5,548 ઉત્તીર્ણ થયા છે. 14 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. આ ઉપરાંત પૂર્વ સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે લેવાયેલી પરીક્ષાનું પરિણામ 28.75 ટકા આવ્યું છે. જુલાઇ પુરક પરીક્ષા(વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ ઓનલાઇન મુકવામાં આવ્યું નથી. બોર્ડની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, વિદ્યાર્થીએ પરિણામ અને પ્રમાણપત્ર તા.27/૦7/2019 બાદ પોતાની શાળામાંથી મેળવી લેવાનું રહેશે.


17,426 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના ફોર્મ ભર્યા હતા જેમાંથી 15580 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5548 પાસ થયા છે. પરિણામની ટકાવારી 35.61 ટકા રહી છે.  એ ગ્રુપમાં છોકરાઓની ટકાવારી 28.26 ટકા રહી જ્યારે છોકરાઓની ટકાવારી 36.28 રહી. બી ગ્રુપમાં પણ છોકરાઓ કરતાં છોકરીની સફળતાની ટકાવારી ઊંચી રહી છે. બી ગ્રુપમાં 34.89 ટકા છોકરાઓ સફળ રહ્યા જ્યારે 42.05 ટકા છોકરીઓ સફળ રહી છે.

સેમેસ્ટર સિસ્ટમની પૂરક પરીક્ષા માટે 5515 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેની સામે 3698એ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર 1063 પાસ થયા છે. આમ તેની ટકાવારી 28.75 ટકા રહી છે. નોંધનીય છે કે, આ પૂરક પરીક્ષામાં પણ એ અને બી ગ્રુપમાં છોકરાઓ કરતાં છોકરીઓની સફળતાની ટકાવારી ઊંચી રહી છે.

મુંબઈ વરસાદથી ગુજરાતનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન કરાઈ રદ્દ