અમદાવાદઃ બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વાયરસની અમદાવાદ શહેરમાં એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે. યુકેથી બ્રિટન આવેલા ચાર દર્દીઓમાં નવો વાયરસ મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. નવા વાયરસની એન્ટ્રીને પગલે અમદાવાદ માટે નવા વર્ષમાં આફતના સમાચાર સામે આવ્યા છે.
પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટમાં ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. ગત 23મી ડિસેમ્બરે યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પુનાની લેબોરેટરી દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી છે. ચારેય દર્દીઓ હાલ SVPમાં સારવાર હેઠળ છે.
10 દિવસ પછી કોરોનાના નવા સ્ટ્રેનના રિપોર્ટ આવ્યા છે. 4 દર્દીઓમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. જોકે, હજુ 6 રિપોર્ટ આવવાના બાકી છે. જે રિપોર્ટ સોમવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. ત્યારે નવા આવેલા 4 દર્દીઓ માટે એસવીપીમાં નવો વોર્ડ ઉભો કરાયો છે. જોકે, આ દર્દીઓની કેવી રીતે સારવાર કરવી તે તબીબો માટે પડકાર છે.
કોરોનાના નવા વાયરસને લઈને અમદાવાદથી શું આવ્યા મોટા ચિંતાજનક સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 12:07 PM (IST)
પુના ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવેલા દર્દીઓના રિપોર્ટમાં ચાર દર્દીઓમાં યુકેના નવા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. ગત 23મી ડિસેમ્બરે યુકેથી આવેલી ફલાઈટમાં તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -