અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના વધુ બે જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. બોટાદ શહેરમાં જિલ્લાનો પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત આજે ખેડા જિલ્લામાં પણ નવો કોરોનાનો કેસ નોંધાયો છે. આ સાથે 22 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. જોકે, હજુ સુધી 11 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

આજે ગુજરાતમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 695 પર પહોંચી છે. આ ઉપરાંત ગુજરાતમાં બે મોત સાથે કુલ મૃત્યુઆંક 30એ પહોંચ્યા છે. આજે વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું છે.જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે.



કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, કચ્છ , મહેસાણા , ગીર સોમનાથ, પોરબંદર , પંચમહાલ, પાટણ , છોટાઉદેપુર , જામનગર , મોરબી , આણંદ , સાબરકાંઠા , દાહોદ  , ભરુચ , બનાસકાંઠા  , બોટાદ , ખેડા