Accident In Ahmedabad: અમદાવાદમાં જાહેર રસ્તા પર લોકોનો ફરવું અને બેસવું જોખમી બની ગયું છે. અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવનો મામલો સામે આવ્યો છે. મણિનગરમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામેના બાંકડા પર નબીરાઓએ નશાની હાલતમાં બાકડા પર કાર ચડાવી દીધી હતી. અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શી એ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું. જો સતર્ક રહીને બાંકડાની પાછળ ન ગયો હોત તો મારું મોત નકકી હતું. અકસ્માત કરનાર વાહનચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ જોઈ હવે ડર લાગવા લાગ્યો છે. ત્રણ નબિરાઓ રાત્રીના સમયે સીયાઝ કારમાં પૂરપાટે આવી અક્સ્માત કર્યો હતો.
આ મામલે મણિનગર પોલીસે કારમાં સવાર ત્રણેય નબિરાઓની અટકાયત કરી છે. રાત્રે 12 વાગ્યા આસપાસની આ ઘટના બની હતી. શહેરમાં નબીરાઓ બેરોકટોક કાલ ચલાવી રહ્યા છે. નબીરાઓને હવે કોઈનો પણ ડોર નથી રહ્યો. આ યુવકો કોણ છે તે અંગે પણ હજી સુધી પોલીસે કોઈ માહિતી આપી નથી. ઝડપાયેલા નબીરાઓએ ડ્રિંક કર્યુ હતુ કે નહિ તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.