શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી રહેશે. આગામી 1 અને 2 તારીખે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બે દિવસ બાદ શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. 3 મેના રોજ 43 ડિગ્રી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી મેના રોજ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ગરમીમાં વધારો થશે. ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.